BRUHAD JYOTISHSHASTRA PART: 1 AND 2

1260 1400 (10% Off)
Name: બૃહદ્ જ્યોતિષશાસ્ત્ર ભાગ: ૧ અને ૨
SKU Code: 5419
Author: ASHISH MEHTA
Weigth (gms): 1600
Year: 2019
Pages: 1434
ISBN: 9789385128721 & 1 OTH.
Availability: In Stock

બૃહદ્ જ્યોતિષશાસ્ત્ર ભાગ: ૧ અને ૨

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

આશિષ મહેતા એક વિખ્યાત જ્યોતિષી અને વાસ્તુશાસ્ત્રી છે, જેમણે બી.ઈ. સિવિલ તથા એમ.ટેક. (CEPT)ની પદવીઓ પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત તેઓએ વાસ્તુ શિરોમણિ, વાસ્તુ વિશારદ, જ્યોતિષ દૈવજ્ઞ રત્ન, જ્યોતિષ વિશારદ, જ્યોતિષ મહર્ષિ, જ્યોતિષ રત્નમ્ જેવી અનેક પદવીઓ પ્રાપ્ત કરેલ છે, તેઓ વેદાંત, યોગશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર, યંત્રશાસ્ત્ર, આયુર્વેદ, ધ્વનિશાસ્ત્ર, ટેલિથેરેપી, રત્ન ઉપચાર થેરેપી, વૈકલ્પિક ચિકિત્સા તથા વ્યક્તિત્વવિકાસ જેવા વિષયોમાં ઊંડો રસ ધરાવે છે.

આપણા પ્રાચીન શાસ્ત્રોનો આધુનિક વૈજ્ઞાનિક સિદ્ધાંતોના પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ કરીને તે જ્ઞાન સામાન્ય માનવી સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય તેઓ અવિરતપણે કરી રહ્યાં છે. આ સંદર્ભમાં તેમના પ્રવચનો અને સેમિનાર દેશ-વિદેશમાં અનેકવાર થતાં રહે છે.

પ્રસ્તુત ગ્રંથમાં સૌને સરળતાથી સમજાય અને ઉપયોગી થાય તે રીતે જ્યોતિષશાસ્ત્રની વૈજ્ઞાનિકતા, નક્ષત્રો, રાશિઓ, ગ્રહો તથા કુંડલી વિષયક દરેક બાબતોની સમજ વિસ્તૃત રીતે આપવામાં આવી છે.

આધુનિક માનસશાસ્ત્રના અધ્યયન મુજબ આપણું મન શબ્દો કરતાં પ્રતીકો, ગ્રાફ્સ અને આકૃતિઓને ૯ ગણી વધુ ઝડપથી સમજે છે. આથી જ આ ગ્રંથમાં જ્યોતિષશાસ્ત્રની સૈદ્ધાંતિક માહિતી સાથે આશરે ૧૫૦૦ જેટલી આકૃતિઓ પણ આપવામાં આવેલ છે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત