BLACK MAIL (NB)

270 300 (10% Off)
Name: બ્લૅક મેલ
SKU Code: 5501
Author: RAJ BHASKAR
Weigth (gms): 300
Year: 2019
Pages: 264
ISBN: 9789384780463
Availability: In Stock

બ્લૅક મેલ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

રાજ ભાસ્કરે ક્રાઈમ સ્ટોરીઝને નવો ઘાટ આપી ફરી વાર પોપ્યુલર કરવામાં યોગદાન આપ્યું છે. એમાં ય વળી આ કૃતિ ‘બ્લેક-mail’ તો ‘સાધના’ના ડિજિટલ અવતારમાં રોજેરોજ ઓનલાઈન વાચકો માટે લખાયેલી ! રાજ ભાસ્કરે આપણી જ આસપાસ બનતી ઘટનાઓમાંથી ‘બ્લેક-mail’નું પોત વણ્યું છે. જરાય ઉપદેશકની કંટાળાજનક ભૂમિકા ભજવ્યા વિના પણ યુવાહવાને સંદેશ આપ્યો છે ડિજિટલયુગમાં સાવધ રહેવાનો. રેગિંગથી ચેટિંગ સુધીનાં ભયસ્થાનો એણે લાલબત્તી ધરીને મિત્રભાવે દેખાડ્યાં છે. પણ પાત્રલેખન અને કથાપ્રવાહના ભોગે લાંબા ભાષણો જેવી ફિલસૂફીથી નહીં. પળે પળે રોમાંચ અને ઉત્સુક્તા જગાડતી-ઘટનાઓના નિરૂપણથી. ફ્રેન્કલી સ્પીકિંગ, પ્રસ્તાવના લખવા માટે મે ઉપરથી ‘બ્લેક-mail’ વાંચવાની ચાલુ કરી, પણ રાજ ભાસ્કરની લસરક દઈને ગળે ઊતરે એવી ભાષા અને સડસડાટ પ્રકરણ વંચાય તેવી રજૂઆત. એટલે એકીબેઠકે આખી વાંચી ગયો. વળી ‘બ્લેક-mail’ની ભાષા એકદમ મને ગમે છે એવી ‘યૂથફુલ’ છે. દરેક પાત્રનો જે તે સમયનો વિઝ્યુઅલ સ્ક્રેચ બારીકાઈથી રજૂ થયો છે. સાથોસાથ જ જમેન્ટલ થયા વિના યુવાહૈયાંઓની મોડર્ન લાઈફસ્ટાઈલ અને ફીલિંગ્સ પણ ઉપસાવે છે. પણ સૌથી વધુ ગમી ગઈ એની પરત-દર-પરત ખૂલતી જતી સસ્પેન્સની ટ્રિક ! એમ લાગે કે વાત પૂરી થઈ ત્યાં નેચરલી જ રહસ્યનો નવો ફણગો ફૂટે ! અને છેક સુધી કળી ન શકો એવી રીતે ‘હુ ડન ઈટ’નું ‘રાઝ’ જાળવી રાખવામાં લેખક રાજ ભાસ્કર પૂરા સફળ થયા છે. ફિલ્મની સ્ક્રિપ્ટની જેમ લખાયેલી આ કથા પર વેબસિરિઝ બની શકે તેમ છે !.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત