ANEK

347 385 (10% Off)
Name: અનેક
SKU Code: 5492
Author: VANDAN RAVAL
Weigth (gms): 450
Year: 2019
Pages: 356
ISBN: 9789381442463
Availability: In Stock

અનેક - આ નવલકથા, જે ‘એક આંતકવાદીના માનવીયકરણ પછીની વિજ્ઞાનમય રહસ્યકથા' છે.

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

વૃંદા સંપૂર્ણપણે ‘વૃંદા’ બની ગઈ છે કે હજી એની અંદર ‘મેર્વિના’ જીવે છે ? વેદ અને વૃંદા પરિવારમાં અને સમાજમાં સાથે જીવી શકશે? આતંકવાદીઓ પર ગુસ્સે થયેલી અને ‘સુપરગર્લ’ બની ગયેલી વૈદેહી વૃંદાને જીવતી રહેવા દેશે ? ‘મિશન મૅર્વિના’ શું છે ? અવની ‘AMO’ દ્વારા આતંકવાદીઓના આ મિશનને પણ નિષ્ફળ કરી શકશે - કેવી રીતે કરશે ? ‘AMO’ની કામગીરી દરમિયાન વૃંદા આતંકવાદીઓ સામે જઈને પણ વૃંદા જ રહી શકશે? ભમરાહમાં મરતાં બચેલો વેદ આ મિશનમાં જીવતો રહેશે કે શહીદીને વરશે? મેર્વિનાના મા-બાપ’ તેમજ ‘મેર્વિના ગુઆન-યીન પાસે કઇ રીતે પહોંચી’ એ તમામ પ્રશ્નોના જવાબ આ નવલકથામાં રોમાંચક રીતે વાંચવા મળશે. વેદ અને વૃંદા એમની સમજણયાત્રામાં આગળ વધશે. અવની પોતાની આગવી આવડતથી ‘AMO’ ચલાવશે અને જીવસટોસટના ખેલ ખેલશે. વૈદેહી બદલો લેવા માટે - વૃંદાને મારી નાખવા માટે તલપાપડ થતી હશે. ‘ODI’ એની પૂરી તાકાત લગાવી ‘મિશન મેર્વિના’ સફળ કરવામાં લાગ્યું હશે. આટલું ઓછું હોય એમ વિદેશી જાસૂસો અને દિલ્હી પોલીસ આ ઘટનાક્રમમાં સંકળાઈ જશે... આમાં વેદ અને વૃંદાનું શું થશે? આ રોમાંચક યાત્રામાં અનેક રહસ્યો પરથી પડદો ઉઠી જશે. આ દરમિયાન અવનીનો ભૂતકાળ, વૃંદાનો ભૂતકાળ, ગુઆન-ચીનનો ભૂતકાળ, ‘ODI’નો ઇતિહાસ, ‘ODI’ની સ્થાપના કરનાર માણસનો પરિચય અને આ સિવાય અનેક બાબતો ઉજાગર થશે. અનેક વૈજ્ઞાનિક આવિષ્કાર જોવા મળશે... તો પ્રસ્તુત છે આ નવલકથા, જે ‘એક આંતકવાદીના માનવીયકરણ પછીની વિજ્ઞાનમય રહસ્યકથા' છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત