AMI SPANDAN

383 425 (10% Off)
Name: અમી સ્પંદન
SKU Code: 2029
Weigth (gms): 700
Year: 2025
Pages: 400
ISBN: 9788199209572
Availability: In Stock

૧૨૫ થી વધુ કવિઓની નીવડેલી જુની-નવી ૭૨૫ થી વધુ રચનાઓનું પ્રતિનિધિ સંકલન

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

૧૨૫ થી વધુ કવિઓની નીવડેલી જુની-નવી ૭૨૫ થી વધુ રચનાઓનું પ્રતિનિધિ સંકલન

 

અમી સ્પંદન વિષે

મંગળ-કુંભ

‘અમી સ્પંદન'ના આ સંકલનમાં અનેક પુસ્તકોમાં પુરાયેલી અને લોકકંઠે વહેતી વાળીનાં સ્પંદનો ઝિલાયો છે. ઊંડો કવિતા પ્રેમ અને પરિશ્રમ ઉઠાવવાની ક્ષમતા વિના આવો સર્વભોગ્ય સંગ્રહ ન થઈ શકે. પ્રવીણચંદ્રભાઈનું સહસ્રવીણાના તાર છેડવાનું પ્રાવીય આપણને સહુને એમાં વધુ સ્પંદનો ઝીલવાની પ્રેરણા આપે એવી શુભેચ્છા પાઠવું છું. પુસ્તકોની અપૂર્ણ સંદર્ભસૂચિ તરફ નજર કરતાં જ ખ્યાલ આવે છે કે કેટકેટલી નદીઓનાં પાણીથી તેમણે આ મંગળ-કુંભ ભર્યો છે.

મકરંદ દવે

 

શુભાશંસા

‘અમી સ્પંદન' વૈવિધ્યસભર કાવ્યાસ્વાદ પામવા માટેનો એક ઉત્તમ કાવ્યસંગ્રહ છે.

ભાઇશ્રી પ્રવીણભાઈએ કરેલી આ પુરુષાર્થ એમના સાહિત્યપ્રેમની પ્રતીતિ કરાવે છે... આવો કાવ્યસંગ્રહ લોકોને કાવ્યાનંદનો આસ્વાદ લેવાનું ઉત્તમ સાધન બની રહેશે એવો

વિશ્વાસ છે.

આ સંકલનને માટે અભિનંદન સાથે શુભાશીર્વાદ

મહામહિમોપાધ્યાય, પિ ડૉ. કેશવરામ કા. શાસ્ત્રી (વિદ્યાવાચસ્પતિ, ડી. લિટ્)

અમદાવાદ

 

ઉમળકાભર્યો આવકાર

વિવિધ પ્રકારનાં કાવ્યોનો રસથાળ એટલે “અમી સ્પંદન'. પ્રાચીન અને અર્વાચીન અનેક કવિઓનો પરિચય કરાવતું અને તેમની કવિતાઓનો મધુર રસાસ્વાદ માણવાની સુગમતા કરી આપતું આ સંકલન એટલે શ્રી પ્રવીણભાઈ દવે દ્વારા માતા સરસ્વતીના ચરણે ધરાયેલી કાવ્યપ્રેમ અને સાહિત્ય ઉપાસનાનો સુંદર પુષ્પગુચ્છ છે.

પ્રચંડ પુરુષાર્થના પ્રતીક સમા આ પુષ્પગુચ્છનો સ્વીકાર કરીને માતા સરસ્વતી શ્રી પ્રવીણભાઈ દવેને વધુ ને વધુ અનુગૃહિત કરે અને તેમના ‘અમી સ્પંદન' ને સહુનો ઉમળકાભર્યો આવકાર મળી રહે એવી શુભકામના,

મુનિ જિનચંન્દ્રવિજય (બંધુ ત્રિપુટી)

વલસાડ


...આ સંગ્રહ ઘરઘરમાં હો !

'ચિત્રભાનુજી' મુંબઈ

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત