AJOD

180 200 (10% Off)
Name: અજોડ
SKU Code: 744
Weigth (gms): 190
Year: 2023
Pages: 168
Availability: In Stock

અજોડ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

લાગણીઓ, પ્રેમ, હૂંફ તેમજ ત્યાગની ભાવના કુદરતે ફક્ત માણસમાં જ મૂકી છે એવું ન જ હોઈ શકે. પ્રાણીઓ તેમજ પક્ષીઓનો પણ એના પર એટલો જ અધિકાર હોય જ, છતાં માણસ પોતાના શોખો કે સ્વાર્થ માટે કુદરતના આ અંગોના અધિકારોને ધરાર અવગણતો આવ્યો છે. એક પંખીને એની રીતે જીવવાનો અધિકાર નહીં? એને હંમેશાં માણસથી બીતા જ રહેવાનું? એ તો વળી ક્યાંનો ન્યાય?
પંખીજગતમાં પણ ક્યારેક કોઈ એવું જાગે જે માણસના આ વલણનો વિરોધ કરે. ભલે એ માણસને કંઈ કરી ન શકે, પરંતુ એ પંખીઓને જરૂર વિચારતા કરી મૂકે! અહીંયા અજોડ એવું જ એક પાત્ર છે. નાનપણથી દુનિયા પ્રત્યે, વાતાવરણ પ્રત્યે તેમજ માણસ પ્રત્યે એને ઘણો વાંધો અને વિરોધ રહ્યો છે, છતાં પોતાની રીતે પંખીજીવનને સમજવાનો એનો પ્રયાસ સતત ચાલુ જ રહે છે. નાનકડા અને અસહાય પંખીબાળની અવસ્થાથી લઈને અસ્તિત્વના ઉદ્ગમને સ્પર્શી જતી એની જીવનયાત્રા રોમાંચક બની રહે છે.
આશા છે કે આ કથા આપણને પ્રકૃતિ તેમજ એના અંશોને સમજવામાં ક્યાંક ઉપયોગી થશે.
‘અજોડ’ ૫૨ હતી એવી જ કુદરતની મહેરબાની આપણા પર પણ રહે એવી પ્રાર્થના...

ડૉ. આઈ. કે. વીજળીવાળા
ભાવનગર

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત