AATMAN

248 275 (10% Off)
Name: આત્મન
SKU Code: 5528
Author: VANDAN RAVAL
Weigth (gms): 450
Year: 2020
Pages: 243
ISBN: 9789385128011
Availability: In Stock

આત્મન

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

રહસ્ય અથવા સમસ્યા પેદા કરીને વાચકોને કથામાં ઓતપ્રોત કરી દેવા એ લેખકની ખરી સફળતા નથી. લેખકની ખરી સફળતા એ છે કે નવલકથાના કલ્પનાવિશ્વમાંથી બહાર આવ્યા પછી વાચકના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવે કે એની સંભાવના જાગે-નવલકથાના કારણે. હું સબળપણે માનું છું કે રહસ્ય અને રોમાંચ માત્ર સાધન છે, જેના દ્વારા લેખક પોતાની વાત અસરકારક રીતે રજૂકરી શકે છે. જ્યારેકોઈ વ્યક્તિ આંગળી ચીંધીને તમને કંઈક દેખાડવાનો પ્રયત્ન કરેત્યારે તમારે એ વસ્તુને જોવાની હોય, આંગળીને નહિ ! ન તો લેખકે પોતાની આંગળીને શૃંગારિત કરીને પંપાળ્યા ક૨વાની છે, ન વાંચકે આંગળીના વખાણ ક૨વાના છે; બંનેનું ધ્યાન જ્યારે વસ્તુ પ૨-સમજણ પ૨ કેન્દ્રિત થાય, ત્યારે સાહિત્ય સાર્થક થયું ગણાય. રહસ્યના અને રોમાંચના સ્તર દ્વા૨ા વાચક કથા સાથે જકડાઇ જાય અને જ્યારે એ કથામાં ઊંડો ઊતરે ત્યારે સમજણના – જીવનની મહત્તાના અનેક સ્તર એની સામેઊઘડી આવે, એજતોનવલકથાની સાર્થકતા છે!

‘ઉત્તમ સાધ્યને પામવા માટે સાધન પણ શ્રેષ્ઠ હોવું જોઈએ' એ દિશામાં ડગ માંડવાના પ્રયત્નો મેં રહસ્ય અને રોમાંચના બદલે ભાવવિશ્વને અને વૈચારિકતાને સાધન તરીકે વધારે પ્રમાણમાં વાપરીને આ કથા તૈયા૨ ક૨ી છે. ‘આત્મન'માંથી પસાર થનાર વ્યક્તિવિચા૨નું, સમજણનું અને પ્રેરણાનું સાર્થક ભાથું પામે અને એ એની સમજણયાત્રા ૫૨, સાર્થકતાની યાત્રા પ૨ અમુક ડગ આગળ વધી શકે તો હું મારીમહેનત સફળ માનીશ.

હું ઊંચે પહોંચી ગયેલો લેખક નથી ! હું પૂર્ણ નથી, પ્રયત્નશીલ છું – પૂરી નિષ્ઠા સાથે. હજી ઘણું સમજવાનું છે. આકથા મારા માટેપણ પ્રેરણાદાયી છે. આ નવલકથાને હું મારી સમજણયાત્રાનું એક નાનકડું પગલું સમજું છું. આપ સૌ સહયાત્રી બનવા માટે સાદર આમંત્રિત છો. ‘આત્મન'માંથી પસાર થવું આપના માટે સાર્થક નીવડે એવીશુભઆશા.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત